હરખાશો
હરખાશો
1 min
6.5K
હાથ હજારોથી ખેંચાશો :
કચરા ગાડી એ ઠેલાશો.
ખોટી આશામાં ભરમાશો:
નિરાશામાં જો હરખાશો.
ભર વરસાદે જો ભીંજાશો:
આંસુ છુપાવી સંતાશો.
સત્કર્મો ને જો અજવાળો
ઈશ માફક ઘર ઘર પૂજાશો.
હોઠે આવીને મલકાશો
બે કાંઠે છલ છલ છલકાશો.
અવસરિયા થઈને ઉજવાશો:
તોરણ થઈને બસ લહેરાશો