Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

સ્નેહનો પરમ સુમેળ

સ્નેહનો પરમ સુમેળ

1 min
13.1K


વર્ષાના વાદળ ને ધરાનો તો સદીઓથી દેખીતો પ્રેમ છે,
ક્ષિતિજે મિલનના મ્હોરામાં દેખાય છે એ તો ખોટો વહેમ છે !

આ વ્રુક્ષ તો સદા સદીઓથી ઉભા એક સ્થિતપ્રજ્ઞની જેમ છે,  
ને ખળખળ વહેતી નદીઓતો અસ્તિત્વનો અફર નિયમ છે !

કોણ વિન્ધાશે અહી પહેલા આસોપાલવ કે પછી ગલગોટો,
સદીઓથી બાગના માળીઓને તો આ બસ કર્મનો ખેલ છે !

ગળી જશે ગમમાં ગુલાબ ને ઓગળવું સાકરનું નિશ્ચિત છે,
ગુલકંદ તો એકબીજાની ઓળખ ખોવાય એવો એક મેળ છે !

ક્યાં ઘી ને ક્યાં કપાસ ને જુવો કેવો
સ્નેહનો "પરમ" સુમેળ છે, 
એક બની સાથે ઝળહળી ગયા જે પ્રગટ જ્યોતમાં "પાગલ" છે !


Rate this content
Log in