ક્ષિતિજે
ક્ષિતિજે
1 min
7.1K
વરસો પછી જાણે સૂરજ
ઉગ્યો ક્ષિતિજે
જાણે આથમવાનુ
નામ જ નહોતો લેતો
વરસી વરસીને વાદળ
આવ્યા ઠાલા
જાણે ભિંજાવાનુ નામ
જ નથી લેતા
વિજળી કડાકાભેર
વરસી પડી
જાણે બ્લ્યુ વાદળો
વિખરાઈ ગયા
આજ વરસાદની
ધીમી ધારે નભ
ધરતી પર નમી રહ્યુ..
જાણે કેટલુંય કહી ગયું..
ક્ષિતિજે સૂરજ આથમી ગયો
જતાં જતાં નિશાને
કંઈક કહી ગયો.
નિશાનું સામ્રાજ્ય
અને આજ મેહૂલિયો
મન ભરી વરસી ગયો