Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

હરિ

હરિ

1 min
394


મારાં સુખ અને દુઃખમાં તારી સાઈન હશે હરિ.

મારા કર્મોના હિસાબે રખે તું ફાઈન હશે હરિ.


ભટકી રહ્યો છું ભવરણે તને પામવાની ચાહે,

જન્મ લેવાને અવની પર તિથિ નાઈન હશે હરિ.


તપાસી જો ચોપડા તારા ઝીણવટ રાખીને તું,

એમાં ક્યાંક ખૂણેખાંચરે મારી લાઈન હશે હરિ.


ચકાસજે નિરાંતે હરિવર હેત હૈયૈ લાવીને તું,

તારા ખુદના અંતરમાં મારી ડીઝાઈન હશે હરિ.


વાત છે ઉરની અબ્ધિવાસી નહિ કે સૂરની હો,

તારું મારું અંતર ક્યાંકને ક્યાંક જોઈન હશે હરિ.


Rate this content
Log in