લિફ્ટ હા રે એજ !
લિફ્ટ હા રે એજ !
સરસર સરસર ઉપર જાય
સરસર સરસર નીચે જાય
રીંગ સુણીને દોડે ઉપર
રીંગ સુણીને દોડે નીચે
સ્વાગત કરે અણજાણ્યાનું
ગીત મધુરું ગાઈ ગાઇને.
ક્યારેક હોય એ સાવ સાદી
ક્યારેક તો હોય રાજાશાહી
ક્યારેક ખૂબ ઉકળાટ ભરેલી
ક્યારેક ખૂબજ ઠંડીઠંડી
જીવને એના ચેન જ નહિ
સરસર સરસર બસ જાય ઉડી.
કોકવાર ગોકુળગાય જેવી ધીરી
કોકવાર ફટાકડાની હવાઇ જેવી
સરસર કરીને જાણેઆભનેઅડે
તો વળી ઘર--ઘરકરી પાતાળને અડે
કોકવાર ત્રિશંકુ જેમ અધવચ્ચે લટકે
ખટપટ કરો જરા પણ ન ચસકે.
મનમાં એનાં શું સમજાય નહિ
લાડ માંગે એ વારે ઘડી
વ્હેલી સવારે દૂધવાળાને મળે
બપોરે ટપાલી કુરીયરને મળે
સાંજ ટાણે એ બચ્ચાઓની
દિવસરાત એ મમ્મીપપ્પાની
એકવાર જો જાઓ એની સાથે
રોજરોજની આદત લાગે
એનાં વિયોગમાં પડો જો કદી
વજન તમારું જાય ઘટી
કોઇની જુઓ તમને પણ થાય
હાય, મારે ઘેર પણ આ આવી જાય!
લીફ્ટ ! હાં રે એજ!