Margi Patel

Others Romance Thriller

3  

Margi Patel

Others Romance Thriller

ગુમરાહ

ગુમરાહ

9 mins
489


પ્રીતિ, માધવ, વિકાસ, અનિતા દોસ્તો છે. પ્રીતિ સિવાય બધા જ પૈસાદાર છે. ખુબ જ લાડ-પ્યારથી મોટા થયા. અમીરી હોવાથી બધાના શોખ પણ નવાબ જેવા. રહનસહન, ખાણીપીણી, મોંઘી ગાડીઓ ફેરવી. ખુબ જ રૂપિયા પણ વાપરે. પ્રીતિ એક સામાન્ય ઘરથી છે. પ્રીતિની સુંદરતાનો કોઈ જવાબ નહિ. રૂપરૂપનો અંબર. હાથ લગાવી એ તો એમ થાય કે દાગ પડી જાય. પ્રીતિ ખુબ જ હોંશિયાર, સમજુ, કુશળ છોકરી છે. પ્રીતિને કોઈ પણ નવાબી શોખ નથી. પ્રીતિ માધવ, વિકાસ, અનિતાથી અલગ છે. બધાના વચ્ચેથી પણ નિખારી આવે.

માધવ અને પ્રીતિ એક બીજાને ખુબ જ પ્રેમ કરતા. પ્રીતિ અભ્યાસમાં અવ્વલ. જયારે માધવના પિતા વધારે પૈસાદાર હોવાથી માધવને અભ્યાસમાં ધ્યાન જ ના રહે. બાઇક રેસિંગ, શરાબ પીવી, ડ્રગ લેવું, સિગારેટ પીવી. આવા નવાબી શોખ માધવના છે. માધવના દોસ્તો પણ આવા જ છે. પ્રીતિને આ બધી ખબર જ નથી. માધવ પ્રીતિને હંમેશા ખોટું જ બોલતો. એક બાજુ વિકાસ પણ પ્રીતિને પ્રેમ કરે છે. વિકાસ વારંવાર પ્રીતિને કેહતો માધવ વિશે. પ્રીતિ વિકાસનું બિલકુલ ના માનતી.

માધવ અને તેના દોસ્તો પાર્ટીમાં ગયા. પાર્ટીમાં સિગારેટ, શરાબ, ઊંચા અવાજથી મ્યુઝિક, ડ્રગ, ડાન્સમાં જ લોકો વ્યસ્ત હતા. શરાબના નશામાં કોઈ ને કઈ જ હોશ નહિ. માધવે એટલી બધી શરાબ પીધી હતી કે તેને બિલકુલ હોશ જ નહિ. માધવ શું કરે છે. કોની સાથે છે. એ માધવ ને ખબર જ નહિ. વિકાસ આનો ફાયદો ઉઠાવે છે. અને માધવનો વિડિઓ બનાવીને પ્રીતિને મોકલી દે છે. પ્રીતિ વિડિઓ દેખીને ખુબ જ ગુસ્સેથી અનિતાના ઘરે જાય છે. માધવ પ્રીતિને દેખીને ચોંકી જાય છે. માધવ સફાઈ આપે છે પણ પ્રીતિ નથી સાંભળતી અને એક જ થપ્પડ લગાવી દે છે માધવ ને. પ્રીતિ રડતી રડતી માધવ જોડે રિલેશન તોડી નાખે છે.

બીજા દિવસે પ્રીતિ અને માધવ સ્કૂલમાં એક બીજાની સામે આવ્યા. બંને એક બીજાને દેખીને ખુબ જ દુઃખી થયા. માધવ પ્રીતિને મનાવે છે. પણ પ્રીતિ માનતી નથી. માધવ અલગ અલગ રીતિ પ્રીતિને મનાવવાનો પ્રયત્ન કરે છે. છતાં પ્રીતિ નથી જ માનતી. માધવ વધારે શરાબ પીવા લાગ્યો. જયારે સ્કૂલ માં પ્રોજેક્ટ સબમિટ કરવાનો આવ્યો ત્યારે માધવ એ બનાવ્યો જ નતો. એ દેખીને પ્રીતિ એ તેના પ્રોજેક્ટ પરથી નામ હટાવીને માધવનું નામ લખી દીધું. એ દેખીને પ્રીતિની દોસ્તે કહ્યું કે તમે બંને એકબીજાથી અલગ નથી રહી શકતા તો આ નારાજગી શા માટે ? તમે વાત કરો તો જ પ્રોબ્લમનો હલ નીકળશે.

માધવ જયારે પણ ઉદાસ થાય ત્યારે સ્કૂલની છત પર જ જઈને બેસે. આજે પણ માધવ છત પર જ હતો. પ્રીતિ પણ છત પર ગઈ. માધવ પ્રીતિને દેખીને પ્રીતિને મનાવા લાગ્યો. પ્રીતિ એ ચોખ્ખા શબ્દોમાં જવાબ આપી દીધો. "માધવ હવે આપણી વચ્ચે કઈ નહિ થાય. મને તારા પર હવે વિશ્વાસ નથી રહ્યો. તું મને ભૂલી જા. હું પણ તને ભૂલવાનું કોશિશ કરું છું." આટલું બોલીને પ્રીતિ ત્યાંથી જવા માટે નીકળી. આ સાંભળીને માધવ તેની બેગમાં થી કટર નીકળી છે અને પ્રીતિને બોલે છે કે " તું મને નહિ મળે તો હું મરી જઈશ.". માધવ બોલતા બોલતા તેના હાથ પર પ્રીતિનું નામ લખે છે. માધવ હાથ પર લખતા લખતા તેને દર્દ થાય છે. અને તેના મોંથી અવાજ નીકળે છે. " આ.. આ..આઊચ.." એ સાંભળીને પ્રીતિ પાછળ દેખે છે. પ્રીતિ દોડતી દોડતી માધવ પાસે જઈને માધવને ભેટી પડે છે. બંને ડૂસકે ને ડૂસકે રડે છે. આ લાગણીના પળ અમૂલ્ય હતા બંને માટે.

નવી શરૂઆત સાથે બંને એ એકબીજાને વચનો આપ્યા. પ્રીતિ એ માધવને તેની બાળપણની વાત કહી. પ્રીતિ એ કહ્યું કે, "મારા પિતા ખુબ જ શરાબ પીતા હતા. તેમના શરાબના લીધે ઘરમાં લડાઈ, ઝગડા, મારપીટ થતી. મેં હંમેશા મમ્મીને રડતી જ દેખી છે. મમ્મી તેની જીવનમાં કોઈ જ શોખ નથી મળ્યા. શરાબના કારણે મારા પિતા મને અને મારા નાના ભાઈને મમ્મીના સહારે મૂકીને મરી ગયા. મમ્મી એ ખુબ જ તકલીફ વેઠીને અમને મોટા કર્યા છે. મને શરાબથી ખુબ જ નફરત છે."

પ્રીતિ એ માધવ જોડે વચન લીધું કે તે શરાબ જીવનમાં નહિ પીવે. અને તેના દોસ્તો થી દૂર રહેશે. માધવે પ્રીતિ જોડે વચન લીધું કે તે વિકાસથી દૂર રહશે. પ્રીતિ તો પોતાનું વચન નિભાવતી હતી. માધવે પણ ખુબ જ પ્રયત્ન કર્યો વચન નિભાવનો પણ તે સફળ થયો નહિ. માધવ તેની બધી જ બોટલોનો નાશ કરવા માટે ગયો. તેને નદી કિનારે બધી બોટલ પણ નાખી દીધી. બોટલ નાખી તે ગાડીમાં બેઠો. ગાડી સ્ટાર્ટ પણ કરી. હજી માધવ ૧૦૦ ફિટ જ ગયો. એટલામાં ગાડીમાંથી ઉતારી ને પાછો દોડતો દોડતો કિનારે જઈને તેની ફેંકીલી બોટલ લઈને શરાબ પીવા લાગ્યો. માધવ તેની લતના લીધી પ્રીતિ ને આપેલું વચન નિભાવી ના શક્યો.

માધવ અને પ્રીતિના રિલેશન ને એક સાલ પૂરું થયું. પ્રીતિ તેને ઉજવવા માંગતી હતી. પ્રીતિ એ માધવને ૭ વાગ્યે સ્કૂલના છત પર આવવાનું કહ્યું. અને માધવે હા પણ કહી. પ્રીતિ એ છતનું ચિત્ર જ બદલી નાખ્યું હતું. રોશની, ફુગ્ગા, કેન્ડલ, ચેર, ટેબલ, ચોકલેટ... છતની કાયા જ કઈ અલગ હતી. પ્રીતિ એ માધવ માટે ૧૨ અલગ અલગ ભેટ લાવી હતી. દરેક મહિનાની અલગ. અલગ તેનું ઇમ્પોટન્સ પણ. પ્રીતિ ખુબ જ ખુશ હતી.

અહીં માધવ પણ તૈયાર થઇને પ્રીતિને મળવા ઉચ્છુક હતો. માધવ ૭ વાગ્યાની જગ્યાએ ૬ વાગ્યે જઈને પ્રીતિને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. માધવ તેના ઘરેથી વહેલા નીકળ્યો. એટલામાં જ માધવના દોસ્તો તેને રસ્તામાં મળ્યા. અને માધવને તેમની સાથે પાર્ટીમાં લઇ ગયા. પાર્ટીમાં જઈને માધવ ભૂલી જ ગયો કે પ્રીતિ તેની રાહ દેખે છે. માધવ અને તેના દોસ્તો એ ખુબ જ શરાબ અને ડ્રગ લીધા હોવાથી બધા જ બેભાન થઇ ને પડ્યા છે. માધવ વેહલા તો શું પણ સમયસર પણ ના પહોંચી શક્યો. બીજી બાજુ પ્રીતિ માધવની રાહ દેખતા દેખતા સાંજના ૭ ની જગ્યા એ સવારના ૯ વાગી ગયા. માધવ ના આવ્યો. પ્રીતિ દુઃખી થઈને ઘરે જવા માટે નીકળી ગઈ. માધવને પણ હોશ આવી ગયો. માધવે જોયું તો સવારના ૯ વાગી ગયા. માધવે મોબાઈલ દેખ્યો તો પ્રીતિના ૧૪૦ મિસ કોલ. માધવ તેની દોસ્તની ગાડી લઇને નીકળી ગયો. માધવે એટલી બધી શરાબ પીધી હતી કે સવારે પણ તેનો નશો ઉતાર્યો નથી.

પ્રીતિ ઘરે પહોંચવા આવી એટલામાં જ ત્યાં માધવ પહોંચી ગયો. માધવે પ્રીતિની માફી માંગી માંગતો રહ્યો. છતાં પ્રીતિએ માફી ના આપી. પ્રીતિ ખુબ જ નારાજ છે. પ્રીતિએ ગુસ્સા સાથે રડતા રડતા કહ્યું કે "મેં તારા માટે કેટલી બધી તૈયારી કરી હતી. તું ના આવ્યો. મને લાગ્યું કે તું મોડો આવીશ. ભૂલી ગયો હશે. મેં કોલ પણ કાર્ય. પણ તે એક પણનો જવાબ ના આપ્યો. હું તારા માટે ૧૨ મહિનાના ૧૨ અલગ અલગ ગિફ્ટ લાવી હતી. તને કોઈ ફરક જ નથી પડતો. તને તારા દોસ્તો જ વહાલા છે. તું એ લોકો જોડે જ ફર. હું તારી રાહ જોતી જ રહી. અને અત્યારે આવ્યો એ પણ શરાબ ની હાલત માં. તે મને આપેલું વચન ના નિભાવ્યું. "

આટલું બોલીને પ્રીતિ એ લાવેલા બધા જ ગિફ્ટ માધવ પર ફેંકી દીધા. અને પ્રીતિ ત્યાંથી જવા માટે નીકળતી જ હતી એટલામાં જ ત્યાં પુનિત અને રાહુલ આવી ગયા. માધવ હંમેશા પુનિત અને રાહુલને રેસ માં પરાજય આપતો. પુનિત અને રાહુલે માધવને નશામાં જોઈને માધવનો ફાયદો ઉઠાવ્યો. પુનિત અને રાહુલે માધવને ઉશકેર્યો. બંને એ માધવને રેસ કરવાનું કહ્યું. જયારે માધવે ના પડી તો બને એ માધવ ને "ડરપોક... ડરપોક..." કહીને ખીજાવા લાગ્યા. પ્રીતિએ માધવને રેસ કરવાની ના પાડે છે. પુનિત અને રાહુલ અપશબ્દ બોલે છે. જેથી માધવ રેસ કરવા માટે તૈયાર થઇ જાય છે. પ્રીતિ ના પડે છે તો પણ એ માનતો નથી અને ગાડીમાં બેસી જાય છે.

પ્રીતિ માધવને શરાબની હાલત માં દેખીને પ્રીતિ પણ દોડીને ગાડી માં બેસી જાય છે. પ્રીતિ ના પાડતી તો પણ તે માધવ એકનો બે ના થયો. પ્રીતિ બાજુમાં બેઠી છે એ પણ ભાન નહતુ માધવને. પ્રીતિ માધવને ના પડતી ગઈ પણ માધવ મને જ નહિ. માધવે ગાડીની સ્પીડ વધારી. ૮૦... ૧૦૦... ૧૨૦.. ૧૬૦... પ્રીતિ માધવને ખુબ જ સમજાવ્યો પણ માધવ સમજવા તૈયાર જ ના થાય. પ્રીતિની એક વાત પણ ના માને. માધવનું ધ્યાન તો રેસમાં જ હતું. અત્યારે પ્રીતિ ગાડીમાં હોવા છતાં નથી બરાબર જ હતું માધવ માટે. માધવે ગાડીની સ્પીડ વધારી. પુનિત અને રોહુલે પણ સ્પીડ વધારી અને માધવથી આગળ નીકળી ગયા.

રાહુલ અને પુનિતની ગાડી આગળ નીકળી ગઈ એ માધવને બિલકુલ મંજુર ના હતું. માધવે પણ સ્પીડ વધારી. ૧૨૦... ૧૪૦... ૧૬0... ૧૮૦.... ૧૮૦ પર માધવની ગાડી ચાલી રહી હતી. પ્રીતિ માધવને સ્પીડ ઓછી કરવાનું કેહતી તો પણ માધવ ના માને. માધવની ગાડી ૧૮૦ની સ્પીડે જઈ રહી હતી. એટલામાં જ સામેથી ટ્રક આવી. ટ્રક જોઈને માધવની ગાડીનું બેલેન્સ ગયું.

માધવ ની ગાડી સ્પીડમાં એક ઝાડ સાથે અથડાઈ. સ્પીડ વધારે હોવાથી બંને ને ખુબ જ વાગ્યું. પ્રીતિ બેભાન થવાની જ હતી. માધવ પણ તેના પગ પર ઉભો નતો થઇ શકતો. માધવ તેની સીટે પરથી ઉતારીને પ્રીતિની સીટ બાજુ જવાનું ખુબ જ પ્રય્તન કરતો. તે ચાલી જ ના શકે. છતાં માધવ પ્રીતિ પાસે ગયો અને પ્રીતિને ગાડી માંથી બહાર નીકળી. પ્રીતિ માધવના ખોળામાં છે. અને માધવને " આઈ લવ યુ" કહીને માધવના ખોળામાં તેનો દમ તોડે છે. પ્રીતિ મરી ગઈ. માધવ પ્રીતિને ભેટીને ખુબ જ રડે છે. તેની માફી માંગે છે. હવે શરાબ નહિ પીવે એવા વચનો આપે છે. પણ હવે તેનો કોઈ જ મતલબ નથી રહેતો. માધવને પણ વધારે ઇજા થાય છે. માધવ તેના જીવનમાં ચાલી જ નહિ શકે હવે. માધવને હવે ખુબ જ અફસોસ થાય છે.

દરેક રિલેશનમાં ભરોસો, વિશ્વાસ, વફાદારી, સચ્ચાઈ ખુબ મહત્વની છે. જેવી રીતે રિલેશનમાં કૉમ્યૂનિકેશન જરૂરી છે. એવી જ રીતે આની પણ જરૂરી છે. એક રિલેશનમાં જો વિશ્વાસ, ભરોસો, વફાદારી, સચ્ચાઈ હોયને તો જિંદગી જીવવી ખુબ જ સરળ બની જાય છે. અને આમથી એક પણની પણ કમી હોય તો એ જ વ્યક્તિ બોજ લાગે છે. જો આ પતિ-પત્ની વચ્ચે એની કમી હોય તો પત્ની તેના પતિથી દૂર ભાગતી જ ફરે છે. તે હંમેશા ઘરના કામોમાં, બાળકોમાં જ તેનો સમય પસાર કરી દે છે. અને પતિ ઘરની બહાર જ રહેવાનું પસંદ કરે છે.

આજના બાળકો સમજતા નથી કે તે શું કરી રહ્યા છે પોતાની જિંદગી સાથે. શરાબ પીવી, ડ્રગ લેવું, સિગારેટ પીવી, કે રેસ કરવી. આ કોઈ મોજ શોખના સાધન નથી. તે લોકો પોતાની જિંદગી સાથે મજાક કરી રહ્યા છે. આજ યુગમાં આ સામાન્ય બનતું જાય છે. પણ કોઈ એ નથી વિચારતું કે હું આવું કરીશ તો મારા માતા-પિતાનું શું થશે ?

માધવે પ્રીતિને આપેલા વચનો નિભાવ્યા હોય તો અત્યારે બંનેની લાઈફ અલગ હોય. માધવ પ્રીતિને પહેલીથી જ ખોટું બોલતો આવ્યો. બંને એક બીજાને ખુબ જ પ્રેમ કરતા પણ માધવની ખરાબ લતના લીધે અત્યારે કૈક અલગ જ થઇ ગયું. માધવ જીવનમાં તેના પગ પર નહિ ચાલી શકે. માધવના લીધે પ્રીતિ હવે આ દુનિયામાં નથી. માધવ આ ઘટનાને નહિ ભૂલી શકે. અત્યારે માધવ સાથે તેના માતાપિતા પણ દુઃખી છે.


Rate this content
Log in