યાદ સતાવે છે...!
યાદ સતાવે છે...!
1 min
247
કોઈની યાદ આવે છે 'ને,
કોઈ ફરિયાદ લાવે છે,
પૂકારૂ હું ફળિયામાં 'ને,
કોઈક સિમાડે આવે છે..!...કોઈની
મોસમ ટાણે વાડીએ એ,
શેઢે ઊભી ને બોલાવે છે..
સાદ કરું એને સિમમાં,
મોઢું ગામમાં બતાવે છે..! કોઈની..
નયન મારે એને તાકે છે,
વદન જુઓ એ ઢાંકે છે..
પ્રિત કહું કે કહું પીડા,
આખર મને સતાવે છે..! કોઈની..
ડોલી કોઈની આવે છે 'ને,
કોઈ જનાજો ઉઠાવે છે..
સુરત કોઈ સામે આવે 'ને,
શિકલ કોઈ છૂપાવે છે..! કોઈની..
સપને જેઓ આવે છે એ,
હકીકત એ છૂપાવે છે,
યાદ કરો ને આવે કોઈ ..
મુખ 'મારૂતિ' મલકાવે છે.
