વટ પડે છે ને
વટ પડે છે ને
1 min
149
અહિયાં તો તમારો વટ પડે છે ને
તમારો એરિયા છે તો વટ પડે જ ને,
કોણ જાણે શું જાદું છવાયો છે
કેફિયતમાં તું ઢળી જાય છે,
આતો બુદ્ધિજીવી નો દરબાર છે
રંગીન ફૂલો તણો ભરમાર છે,
વટ પાડી છાકટો થઈને ફરે છે
ભમર જો બની રહે છે,
નિજાનંદ મસ્તી માણવી છે
પણ સત્ય જાણવું ક્યાં છે ?
વટનો કટકો બની ફરવું છે
આગળ પાછળ જી હજૂરિયા છે,
એ થકી જ વટ પડે છે ને
આ જોઈ મન સળવળી જાય છે,
સત્ય અબોલ બની રહી ગયું છે
માટે ભાવનાઓ ભૂલાઈ જાય છે,
વ્યાજબી વાતો કરીને
વટ પાડો તો સમજી શકાય
બાકી તો બધું જ ભળી જાય છે.
