STORYMIRROR

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

વસંત ડેરા

વસંત ડેરા

1 min
26.6K


અંતરના અજવાળે જોને શ્વાસો મારા ચાલ્યાં,

કેસૂડાના ફૂલે ફૂલે ભમરો થઈ ને માલ્યા.

ઝીણું ઝીણું ઝાકળ પી ને ખુશ્બૂ ભીની થાતી,

મીઠા તાપે પલળી પલળી ભીનું ભીનું ગાતી.

જોને કેવા ફૂલે ફૂલે વસંત રાજા ફાલ્યા,

અંતરના અજવાળે જોને શ્વાસો મારા ચાલ્યાં.

ભમરો, કોયલ, વનરાજી સૌ એક વાટે હાલ્યા,

સપના કેરી આખે કાજળ એક સામટા આજ્યા.

ઝાડ,વેલા,પાક વસંતે મીઠા મીઠાં વાવ્યા,

અંતરના અજવાળે જોને શ્વાસો મારા ચાલ્યાં.

રંગો કેરા દરિયા છલકે ફૂલો કેરી નાવે,

 સુગંધ કેરા નાવિક એને ફાવે ત્યાં હંકારે.

જીવન લીલાં કરવા સૌના ઉરમાં ડેરા ડાલ્યા,

અંતરના અજવાળે જોને શ્વાસો મારા ચાલ્યાં.


Rate this content
Log in