વરસાદની પધરામણી
વરસાદની પધરામણી
1 min
26.3K
વરસાદ ની પધરામણી
આજ વરસાદે કરી પધરામણી
આજ મારો સાજન પલાણ્યો મારે ગામ
લઈ આવ્યો એજ ખુશ્બુ અને બૌછાર
ભીની ભીની માટીની
સુગંધ અને વરસાની ફૂહાર
આવ્યો છે એની મસ્તી અને હસ્તીમાં
થઈ ગઈ એની મસ્તી માં હું પાગલ નાર
મારા શ્ર્વાસ માં એક મીઠી મધુમાલતી
લહેરે ધીમી ધીમી પારિજાત
મારા પાયલના ઝંકારે
મીઠાં મોરલા બોલે
બાગ બાગ પપીહા બોલે
હું ભોળી ખીડકીથી ઝાંકુ
મારું મન અંતર માં ઝાંકે
મન અંતર આગ જલે
વરસાના શિતલ જલ છાંટે
આજ વરસા એ કરી પધરામણી
મારો સાજન પલાણ્યો મારે ગામ.
