STORYMIRROR

BINA SACHDEV

Others

5.0  

BINA SACHDEV

Others

વરસાદ

વરસાદ

1 min
27K


બે ઘડી પાસે રહો તો પ્યાર જેવું લાગશે,

હાથમાં બસ હાથ આપો યાર જેવું લાગશે.


સાંભળીને સાદ મારો આવશે જો શ્યામ તો,

જિંદગીમાં બે ઘડી આધાર જેવું લાગશે.


વાંસળીના સૂર મીઠા કાન જ્યાં રેલાવશે,

સાંભળીને દિલમાં બસ તાર જેવું લાગશે.


ઓઢણી જ્યાં ઓઢશે નભ પ્રેમથી વરસાદની,

આ ધરાનું રુપ પણ ગુલઝાર જેવું લાગશે.


શાયરીનાં શબ્દમાં જ્યાં શ્વાસ રોપાશે નવાં,

હાય રે "પલ્લું" જીવન આ સાર જેવું લાગશે.


Rate this content
Log in