વૃંદાવન
વૃંદાવન
1 min
227
કૃષ્ણની નજરથી નીરખું તો જગ ભાસે સઘળું વૃંદાવન,
તરંગીત થઈ પછી પીગળે રાધા થઈ આ મારૂં તનમન !!
તૃણપર્ણની ટોચે બિરાજે છે ઝગમગતા ઝાકળ બિંદુ,
ભીતર વન લહેરાય તુલસીના તો પાવન થયું આંગણ !!
ટહુકા કોયલના બન્યા સૂર શ્યામની વાંસળીના મધુર,
હર નારી ગોપી ને હર નર જાણે વૃંદાવનનો મધુસૂદન !!
બે હોઠો વચ્ચે તું જ નિઃશબ્દ ને બે શબ્દ વચ્ચે તું જ અર્થ,
મન મારૂં ગોકુળિયું ગામ ને તન ભયુ છે આજ વૃંદાવન !!
સ્પર્શ સુંવાળા અનુભવાય મોરપીંછનાં વહેતી હવાઓમાં,
ને આ તનમનમાં વ્યાપી જાય છે વૈરાગ્યનું એક વૃંદાવન !!
આવતી જાતી શ્વાસોમાં સંઘરીને બેઠો તારૂં 'પરમ' નામ,
'પાગલ' બની થઈ રહ્યું પલ પલ હવે એક તને જ નમન !!
