વૃક્ષ ઉછેર
વૃક્ષ ઉછેર
1 min
177
ભાથું જીવનનું આમ ભરી લઈએ,
જીવન ઉન્નત આમ કરી લઈએ,
ધ્યેય વૃક્ષ ઉછેરનો અપનાવીએ,
મૂળ યાત્રાએ પછી ફરી લઈએ,
લેવો નિર્ણય વૃક્ષ ઉછેરનો પાકો,
નિશ્ચય અટલ એક ધરી લઈએ,
ના પાડશે નહી કોઈ સહયોગમાં,
સહકાર સૌનો પણ જરી લઈએ,
આત્મસંતોષનું કામ વૃક્ષ ઉછેરનું,
ભવસાગર જ આમ તરી લઈએ,
આપવો જ પડશે જવાબ કામનો,
ઉપરવાળાથી થોડું ડરી લઈએ,
આપે છે શાતા ઘટાટોપ વૃક્ષો 'દિન',
જતન વૃક્ષોનું આમ કરી લઈએ.
