વંદન વીર સપૂતો તમારા ચરણોમાં
વંદન વીર સપૂતો તમારા ચરણોમાં
સો વંદન વીર સપૂતો તમારા ચરણોમાં
મા ભારતીના સપૂતો સો સો વંદન
જીવન કર્યું સમર્પિત મા ભોમ કાજે,
મા ભારતીની રક્ષા કાજે,
સો સો વંદન વીર સપૂતો તમારા ચરણોમાં,
તમે બન્યા છો સાચા સીમા પ્રહરી
જયારે તમારી એક હાકલ સૂણી,
દુશ્મનો ગયાં ડરીને બંકર ભણી
સો સો વંદન વીર સપૂતો તમારા ચરણોમાં,
શિયાળાની ઠંડી હોય કે ચોમાસાની મેઘલી રાત હોય,
ઉનાળાનો ધોમધખતો તાપ હોય
કે ભલે અંધારી રાતો સૂમસામ હોય,
જીવન કર્યું મા ભારતીની રક્ષા કાજે,
સો સો વંદન વીર સપૂતો તમારા ચરણોમાં,
અમારી ધડકનમાં તમે ધબકતા રહો સદા
અમારી જીભ પર સદા તમારું નામ રહો
દિનેશ(દિશ)ગુણગાન કરતાં કહે છે
સો સો વંદન વીર સપૂતો
સો સો વંદન વીર સપૂતો તમારા ચરણોમાં.
