વમળ જોઈને
વમળ જોઈને


દરિયો બનીને લાગણી જોને સતત વહ્યાં કરે,
યાદો સઘળી પછી નાગણ બનીને ડસ્યાં કરે,
રાતભર મનમાં ઊઠતા રહે છે વમળ એટલા,
આંખ માછલી થઇ, પીડા એની બધી સહ્યાં કરે,
વિખુટાં થયાં પછીયે જાણે રગરગમાં સમાણી તું,
મારા શ્વાસોશ્વાસમાં જાણે તું રોજ મહેંક્યા કરે,
મારા વિશે કશુંય યાદ નથી રહેતું જો હવે,
સ્મરણમાં મારા બસ નામ તારું સતત રહ્યાં કરે,
શાંત જળમાં કાંકરી ચાળો રહેવા દો તમે હવે,
ઊઠતાં વમળ જોઇને આંખ મારી તરસ્યાં કરે.