વિસરી હું
વિસરી હું
વિસરી હું સૌનો સાથ - સંગાથ આજ,
બની હું એકલી અટુલી ઘરકૂકડી આજ.
વિસરી હું એ બાહ્ય વાતાવરણ આજ,
બની હું ડરપોક, સંતાઈ બંધ બારણે આજ.
વિસરી હું નાટક- ફિલ્મ -થિએટર આજ,
ખોવાઈ હું ટીવી બોક્સમાં મસ્ત આજ.
વિસરી હું ખબર -અંતર પૂછવાનું આજ,
અટવાઈ હું અખબારી પાને ઘડીક આજ.
વિસરી હું માણસાઈ, બની સ્વાર્થી આજ,
ગભરાઈ હું બેઠી સૂનમૂન વિમાસણમાં આજ.
વિસરી હું સૌનો સાથ - સંગાથ આજ,
બની હું એકલી અટુલી ઘરકૂકડી આજ.