STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

વિશ્વ કવિતા દિવસ

વિશ્વ કવિતા દિવસ

1 min
119

આ શબ્દો મનનાં ભાવો

રજૂ થાય છે એ

કવિતા કહેવાય કે નહીં

પણ વિશ્વ કવિતા દિવસની

ખુબ ખુબ શુભેચ્છાઓ


શબ્દો તારે છે

ને શબ્દો ડુબાડે પણ છે

શબ્દો થકી ઘણીવાર

કહેલી વાતો

કોઈને ગમે છે તો કોઈને

શબ્દ રૂપી કલમની તાકાત

ઘણું બધું કહી જાય છે


આ શબ્દો ભાવના ભર્યા છે

અને એટલે જ

લાગણી સમજાવે છે

આ શબ્દનું જળ 

આ જળ સરસ્વતી માનું છે

આવતાં જતાં

વાચકોની પ્યાસ બુઝાવે છે


આ શબ્દો તો

માર્ગના ફૂલછોડને સજીવન કરે છે

શબ્દોની રમત ગમત

માત્ર ખપ માટે જ નહીં

પણ ખુબજ ઉપયોગી બને છે


કલમની પ્રસાદી છે શબ્દો

આ અવિરત

વહેતુ ઝરણું છે.


Rate this content
Log in