STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

વિરહનો શણગાર ન કર

વિરહનો શણગાર ન કર

1 min
219

આમ આંખમાં ઉજાગરા આંજીને તું વિરહનો શણગાર ન કર,
ને એકલતાને તું આમ રોજ રોજ એક નવો પડકાર ન કર !!

જીવતી લાશોની ભીડ વચ્ચે ભલે ખોવાઈ ગયું અસલ વજૂદ તારૂં,
હવે સપનાઓનાં સમરાંગણમાં હકીકતને લલકાર ન કર !!

તારી હેડકીમાં એની જ આહ છે કે એ હજીયે યાદ કરે છે તને,
બસ રાહ જોયા કર એકીટશે, આંખમાં એકેય પલકાર ન કર !!

એકવાર અરીસો જોઈ લે, તું જ તારી સાથે છે ઈશ્કની રાહ પર,
હવે બીજા કોઈ અજનબીના ભરોસે તું સ્નેહની સફર ન કર !!

એકવાર આગાઝ થઈ જાય તો ખુશનસીબ માન તારી જાતને,
પરવરદિગારની સામે ઈશ્કના અંજામની તું પરવાહ ન કર !!

આ 'પરમ' ઉજાગરા જ ફળશે બની સફળ જાગરણ એક દિવસ,
'પાગલ' પ્રીતની તપતી ક્ષણોને દુઃખી થઈ હવે તબાહ ન કર !!


Rate this content
Log in