STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

વિજ્ઞાન યુગનો માનવી

વિજ્ઞાન યુગનો માનવી

1 min
252

વિજ્ઞાન યુગનો માનવી………



વિજ્ઞાન યુગના છીએ માનવી,અચરજ કામો કરશું 

 નથી દીધી   દાતાએ  પાંખો તોય ગગને  ઊડશું

  

હિંમત પુરુષાર્થે   જગે રમશું ઉપગ્રહ  લઈ વિહરશું

માતૃભૂમિની કરી પ્રદક્ષિણાઅંતરીક્ષ વાટે વિચરશું

 

વિપરીત   વાયુ  ભલે વાયે ,  દરિયે  દરિયા તરશું

અગાધ સાગરના તળિયે રમી,વિસ્મય વિશ્વે ભમશું

 

ઉત્તર  દક્ષિણ   હિમ સાગરે શીત  લહેરોને    ઝીલશું

સફળ વિફળ આરોહ અવરોહેઆત્મ ખમીરથી જીવશું

 

વન  વગડાના  વિકટ માર્ગે કેમેરો લઈ  ઘૂમશું

મઢી કચકડે કુદરત કામણ પ્રકૃતિ ખોળે ઝૂલશું 

 

અચરજ  તારા સૌ જીવોના ,   ક્ષકિરણૉથી   ખોલશું

બુધ્ધીબળથી ઘર આંગણીયેશ્રાવણ દર્શનથી ઝૂમશું

 

નદીઓ   નાથી  બંધો બાંધી રણને   લીલા   કરશું

છોને તપતો સૂરજ ગગનેશીતળ શયન ગૄહ રચશું




તારી સૃષ્ટિની શોભા શણગારીહોંશે હોંશે દીપવશું

નવાં  સ્વપ્નોથી સજાવી ધરણીસ્વર્ગ રૂડુ રે ઘડશું




અચરજ કામો કરશું ને જોજો મંગલ પર ડગ ભરશું 

વિજ્ઞાન યુગના છીએ માનવી વિસ્મય વિશ્વે ભમશું

ભમશું ભમશું ભમશું………

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in