વીરાની જાન
વીરાની જાન

1 min

446
વાગ્યો રે ઢોલ ને વાગી શરણાઈ,
વીરાની જાનમાં બેની હરખાઈ,
આગળ વીરોને પાછળ જાનૈયા,
લૂણ ખખડાવતી બેની હાલી.
સોળે કળાએ ખીલ્યો સૂરજ,
સોળે શણગાર સજી ભાભી બેસી,
ભાભીને જોવા બેની હાલી.
કરો કાળો ટિકો રે કોઈ કાળો ટિકો,
મારા વીરાના ગાલ પર કાળો ટિકો,
બોલતી જાય એ તો નાચતી જાય,
ધૂમ મચાવતી બેની હાલી.
વાગ્યો રે ઢોલ ને વાગી શરણાઈ,
વીરાની જાનમાં બેની હરખાઈ.