વિદાય
વિદાય
1 min
175
એ દિવ્ય જનેતા વિદાય થઈ,
આ મિથ્યા જગ છોડીને,
ચાલી ગઈ એ અમર પદે શું,
ભવબંધન તોડીને.
મોંઘી માડી, મોંઘા તારા,
મૂલ્ય જગતમાં થાતા,
તુજ વિણ આજે શેષ રહ્યા,
મુજ હૈયા ભીના થાતા.
માડી તારા ચરણ કમળમાં,
શિશ નમાવું મારુ,
અશ્રુભર્યા નયનોથી માડી,
તારી વિદાયથી ઉદાસ મન મારુ.
માડી તારી ભાવનાની સરિતામાં,
સ્નાન અહર્નિશ કરતા,
છુપાઈ તુજ ગોદ મહીં શો,
કલરવ મીઠો કરતા.
માડી તારા મીઠા બોલે,
અમ હૈયું ભીંજાતું,
વિદાય તારી વસમી લાગે,
તારી યાદમાં હૈયું ઉભરાતું.
