STORYMIRROR

સંદીપ ચૌધરી- અાંજણા

Tragedy

3  

સંદીપ ચૌધરી- અાંજણા

Tragedy

વ્હાલુડા

વ્હાલુડા

1 min
249

તારી એક ડગલી-પગલીને ખાતર,

આ શરીર પર મૂકાઈ કૈક કેટલીય કાતર.


હસતાં મોઢે વિતાવી વેદનાંની રાતો,

કલ્પી તારી કેટલીય સુંદર વાતો.


કંકુના મે તો મૂક્યાં કાગળ,

ભીની આંખે ભીખ દેવ આગળ.


છ દિવસનો સાથ રાખી,

વ્હાલુડા તે'તો આંખ મીંચી નાંખી.


પથ્થર એટલા દેવ કર્યા,

ઓરતા તોય અધૂરા ઠર્યા.


જીવનાં કટકા જીવ છોડી ચાલ્યો,

જીવતા જનનીને મારી ચાલ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from સંદીપ ચૌધરી- અાંજણા

Similar gujarati poem from Tragedy