STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

વ્હાલી છે મોસમ વરસાદી

વ્હાલી છે મોસમ વરસાદી

1 min
572

શોભે નભ તાણીને  ઘૂમટો કુમાશી,

ઝૂમી ઝૂમી ટહુકે છે ડુંગરા સુવાસી,

સહિયર મોરી, વ્હાલી છે મોસમ વરસાદી.

 

 દોડી દોડી આવોને વાદળી વધાવું,

ઝરમર  ઝુલે  રે  જોબનિયું ઝુલાવું,

સહિયર મોરી, લાગે છે વ્હાલું રે ભીંજાવું.

 

ઝીલી ખોબે હૈયામાં મોસમ ટહુકાવું,

ઝીણી ઝરમર ભાતુંએ અંગ ચીતરાવું,

સહિયર મોરી, લાગે છે વ્હાલું નીતરાવું.

 

ઓઢી ઓઢી નાચું નભ લહેરિયું રૂપાળું,

મન-મસ્તીથી દરિયાને હાથમાં ઉછાળું,

સહિયર મોરી, ગાઉં હું ગીતડું નખરાળું.

 

મ્હેંકે ધરતી, બાલમ ને જોબન મદમાતું,

સહિયર મોરી, પાલવડે વ્હાલડું વીંટાળું,

સહિયર મોરી, લાગે છે વ્હાલું રે ભીંજાવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational