વચન (એહેદ)
વચન (એહેદ)

1 min

249
બધાને વચન આપતાં મન ખચકાય છે,
તને ઇઝહાર કરતાં દિલ શરમાય છે.
સાંજના તારી કમીથી આંખોમાં છે નમી,
જીંદગી તારા વગર આમ-તેમ ભટકાય છે.
શાંત સાગર હોય તો ગહેરાઈ ક્યાંથી માપીએ,
મોજ જોવામાં ઉછળતાં તરંગો અફળાય છે.
ગયા તેઓ યકલખત છોડી મને ,
ને હવે રફતાં-રફતાં આવતાં પણ અચકાય છે.
તોહમત હતો એનો કે છું હું નુકતાં-ચીં,
ને હવે મારા મુરવત પર પણ અકળાય છે.
સુર્ખ રુકસાર તારા જાણે મહવ-એ-એહેદ,
એ "શાદ" એના પર એહેદ-એ-રિફાકત લટકાય છે.