વાયુવેગે
વાયુવેગે
1 min
153
આમ વાયુવેગે મહેકતી ફોરમ છે તું મા,
અમી ભરેલી મધ જેવી મીઠી છે તું મા,
પૂનમનાં ચાંદ જેવી નિર્મળ છે તું મા,
કળિયુગમાં હાજરાહજૂર છે તું મા,
માનવ મહેરામણ આજે ઉમટયો છે મા,
ગોરના કૂવે સૂર મંદિરની સરગમ છે મા,
કલમ લઈ બેઠી છું ગુણગાન લખવા મા
ભાવનાના શબ્દોની હરેક પંક્તિ છે તું મા,
ભક્તો દિલમાં રટણ કરે નામ તારું મા,
અમારી જિંદગીનું બીજું નામ છે તું મા.
