વારંવાર નમન
વારંવાર નમન
1 min
168
વારંવાર નમન મારી ચેહરનાં ચરણોમાં,
તારી અવિરત કૃપાથી રહીએ આનંદમાં,
નાયણા રૂપાનો ધન્ય અવતાર થયો છે,
ગોરના કૂવે બેઠી સૌનું કલ્યાણ કરે છે,
રમેશભાઈની મા હાથ ઝાલજો અમારો
તમારાં શરણે ભકતોનો ભારે ધસારો,
ભાવના ગાંડાઘેલા ગુણ તારાં ગાય છે,
મા તારાં વિના બીજે મન ક્યાં લાગે છે,
તારાં વેણ વધાવો થકી જીવન સુખમય,
ચેહર મા સઘળે છે તારી છબી જગમય.
