વાહ વાહ
વાહ વાહ
1 min
15.1K
નિકળી એક વેદના હદયમાંથી ને આહ થઈ ગઈ,
માની સૌએ ગઝલ એને વાહ વાહ થઈ ગઇ.
ઈશારો તકદીરનો ભાસતો પ્રિતની રમતમાં,
પણ ખૂદથી ય જરૂરી હવે આ ચાહ થઈ ગઈ.
હસતી રહે છે મહેફિલ શબ્દોની રજૂઆતે,
ને ભીતર અશ્રુઓની ભીની પનાહ થઇ ગઈ.
રેલાય છે લાગણીઓ બ્હારે બ્હારે ભરપૂર,
જેની સાવ જ સૂની સૂની જોને બાહ થઈ ગઈ.
ભીડ ભરેલી ગલિયારીઓમાં ઘૂમતા રહેવું,
છોને એકલવાઈ મનડા તણી રાહ થઈ ગઈ.
