વાદળું
વાદળું
1 min
182
ટહુકા પર મોરપીંછાની ઓઢણી ઓઢી,
કોયલ બેઠી આંબલિયાની ડાળ....
ઝબૂકે છે વીજળી ને ગર્જે છે વાદળું,
વર્ષારાણીની રૂડી આગાહી વાદળું...
ધરતીની મીઠી સોડમ મહેકાવે વાદળું,
મનગમતાં મોરલા ટહુકાવે વાદળું...
છબછબીયાં ખાબોચિયે આનઆજ વાદળું,
લાવે કાગળની નાવ વહેણમાં વાદળું..
તન મન તરબોળ કરી ભીંજવે વાદળું,
સતાવે કાનુડો ને ભાન ભૂલાવે વાદળું.
