વાદળની આ વાત છે
વાદળની આ વાત છે
પર્વત સાથે વાતો કરતા વાદળની આ વાત છે,
પ્રકૃતિએ ઓઢડેલી ચાદરની આ વાત છે.
પર્વતમાંહી રસ્તો છે કે રસ્તામાંહી પર્વત,
આંધળે બેરું ફૂટતા પેલા પામરની આ વાત છે.
હિલોળા લેતો પેલો દરિયો ભલે દેખાય ના,
ભીતરમાં ભરેલી પેલી ગાગરની આ વાત છે.
રસ્તો તો અમે પળવારમાં પાર કરીએ,
અંતિમ ચરણ એવા ભવસાગરની આ વાત છે.
હોય માધવ પડખે પછી ભય મને શાનો,
વૈકુંઠમાં નિહાળે લીલા એવા નાગરની આ વાત છે.