STORYMIRROR

Mehul Trivedi

Others

4.8  

Mehul Trivedi

Others

ઉત્તરાયણ હાઈકુ

ઉત્તરાયણ હાઈકુ

1 min
1.3K


મકર રાશી

આવકારે સૂર્યને

ઉતરાયણે


પતંગ ચગે

ઉતરાણની મોજ

આકાશી યુધ્ધ


આબાલ વૃદ્ધ

સૌને ગમે પતંગ

ઉત્તરાયણે


કપાય પેચ

ટકરાય નજર

છત ઉપર


બને છે અહીં

શ્વાન માટે લાડવા

લડાવે લાડ


દોરી પતંગ

ઉતરાયણ દિને

ચડે આકાશે


મીઠો તડકો

અગાસી માં જોવાય

આખો દિવસ


ખેંચમખેંચ

લપેટાય ફીરકી

કાપમકાપી


ઉતરાયણે

અગાસી હરખાય

શોરબકોર


ઝંડુ લઈને

પતંગ પકડવા

દોડશે લોકો


રંગબેરંગી

આકાશમાં પતંગ

સૌને ગમતી


આકાશ થશે

મકર સંક્રાંતિ એ

રંગબેરંગી


પતંગવીરો

ચગાવશે પતંગ

આખો દિવસ


પતંગ બાજ

કુશળતાપૂર્વક

લડાવે પેચ


તલ ગોળના

લાડવા આપી કરે

મીઠા શુકન


નજર ઊંચી

રાખતા શીખવે છે

ઉતરાયણ


ગુંજી ઉઠે છે

સૂનકાર અગાસી

ચીચીયારી થી


અગાસી પર

ઉંધીયા મિજબાની

કરે સૌ સાથે


Rate this content
Log in