ઉજજડ
ઉજજડ
1 min
161
માણસાઈ ભૂલી માણસ ઉજજડ બન્યો,
દંભી બનીને સરળતાથી ઉજજડ બન્યો.
ભાવના ભૂલીને લાગણીથી ઉજજડ બન્યો,
પોતાનાને ભૂલી પરિવારથી ઉજજડ બન્યો.
જુઠ્ઠું બોલી સત્યથી ઉજજડ બન્યો,
રૂપિયાની દોડમાં સુખથી ઉજજડ બન્યો.
આધુનિક બનીને સંસ્કૃતિથી ઉજજડ બન્યો,
કોપી પેસ્ટ કરી પોતાના મૌલિક વિચારોથી ઉજજડ બન્યો.
ફાસ્ટ ફૂડ ખાઈ સ્વસ્થતાથી ઉજજડ બન્યો,
ફેશનનાં નામે સાદાઈથી ઉજજડ બન્યો.
