ઉહુ પારણુ કહે છે
ઉહુ પારણુ કહે છે
1 min
26.2K
ખુદાને વ્યર્થ બાન્ધવાનો પ્રયત્ન થાય;
મન્નત માની કામ કરાવવુ પડે છે.
ભર ઉનાળે યાદ તરો તાજી કરવી;
માથા ઉપર એ.સી ને પંખા ફરે છે.
મિલનની ઘડી ઘડીક જ વાર આવી;
પળવારમા તો ઘડિયાળના કાંટા નડે છે.
ચેન ખોવાયુ મન વિચરે દિલ ડોલ્યુ;
આરામ ફરનાવવા બેઠાને ખુરશી હલે છે.
તારા પ્રેમની કિલકારી ગુંજીઉઠી આંગણે;
દોરી બન્ધ થય કે ‘ઉહુ’ પારણુ કહે છે.
અતડાપણુને અમેળ જેવુ બહુ થયુ;
તારા પ્રેમને સાથ વગર દિલ મરે છે.
