STORYMIRROR

Raj Nakum

Others

4  

Raj Nakum

Others

ઉધાર જોઈએ છે

ઉધાર જોઈએ છે

1 min
205

ઘણા દર્દો ભર્યા છે દિલમાં,

એને લખવા કાગળ ઉધાર જોઈએ છે,


લખતા લખતા ખતમ થઈ શાહી,

હવે લખવા આત્માની શાહી જોઈએ છે,


જો મળે એમની સાથે સમય વિતાવવા,

તો થોડી ક્ષણો પણ ઉધાર જોઈએ છે,


મુરઝાઈ ગયો છે બગીચાનો છોડ,

વાદળો આપે જો બુંદો તો ઉધાર જોઈએ છે,


એ ખુદા આપે એ જવાબમાં ના,

તોડવા બીજું દિલ પણ ઉધાર જોઈએ છે,


ચડયા એવા ઉધારના ચક્રમાં કે,

હવે ઉધાર ચૂકવા પણ ઉધાર જોઈએ છે,


"ઘાયલ" ચૂકવીશું વ્યાજ સાથે,

આપે કોઈ લાગણીઓ તો ઉધાર જોઈએ છે.      


Rate this content
Log in