STORYMIRROR

Shreyas Trivedi

Others

3  

Shreyas Trivedi

Others

તું હેપી છે?

તું હેપી છે?

1 min
13K


ખુચે મનમાં એક અણીયારો સવાલ તું હેપી છે ?

વીતી રહ્યા છે એક પછી એક સાલ તું હેપી છે ?

વચન આપ્યું હતું કે નિકાળીશ સમય જરૂર

પણ ખરેખર તે ક્યારે કર્યું છે વહાલ તું હેપી છે ?

બાહરી ઝાકમઝોળને એક બાજુ પર મૂકીને

જાણ્યો છે ખરેખર ખુદનો હાલ તું હેપી છે ?

નદી,દરિયો,જંગલ,પર્વત,બાગ બગીચો રણ

જો ને તું છે કેટલો બધો નિહાલ તું હેપી છે ?

છોડીને માણવાનું આ ખુબસુરત કુદરતને

તમાચો મારી રાખે છે લાલ ગાલ તું હેપી છે ?

રહેવા દે બધું કંટ્રોલ કરવાનું ક્ષણે ક્ષણે

ખાલી ખુદના 'હોશ'ને સંભાળ તું હેપી છે ?


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை