તું છે તો
તું છે તો
1 min
161
ઓ ચેહર મા
તું છે તો જીવન અમારું છે
જાણે વસંતની જેમ ખીલ્યું છે
તારા વિનાનું જીવન અમારું,
વેરાન રણ જેવું બની જાય છે,
બાળક અને મા નો નાતો અજબ છે.
ગોરના કૂવે દર્શન કરતાં રાજી થવાય છે,
તને નાં મળાય તો ચેહર મા
ક્યાંય મનડું લાગતું નથી
એવો આપણો નાતો છે,
ભાવનાભર્યા ભાવે દોડુ
તો સામે ચેહર તું પણ હરખાય છે
તારી ભક્તિનાં સહારે જીવું છું
તારી તસ્વીરને નિરખીને હું,
આ જીવન ચલાવું છું,
ને રવિવાર કયારે આવે
એ રાહ જોવું છું
શ્ચાસે શ્ચાસે નામ લવું છું
કરૂણાં ભરેલી તારી સૂરત
નિરખીને હરખાવું છું.
