તું આપજે
તું આપજે
1 min
27K
જગત આપે વેદના પ્રેમ તું તો આપજે,
હૈયા ભલે બાળે બધા આંતરડી તું ઠારજે.
ઘાવ પર ભભરાવે મીઠું, ડામ આપે શબ્દના,
ખૂબ તપતા રાહમાં તું શીતળતા ફેલાવજે.
પડેલાને પાડશે, સૌ મરેલાને મારશે,
નિસરણી બની સદા તું શિખરે પહોંચાડજે.
સફળતામાં નડશે, સૌ કંકર બની ખૂંચશે,
અડચણ ભરેલી રાહમાં તું કંકરો હટાવજે.
જગત આપે વેદના, પ્રેમ તું તો આપજે,
હૈયા ભલે બાળે બધા પણ આંતરડી તું ઠારજે.

