STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

તરસ સમી સફરને નદી મળે

તરસ સમી સફરને નદી મળે

1 min
26.9K


ગ્રહોને રિંગમાં જડી બાંધી રાખે જાણો તો 

ઓગાળીયો સુખની સજા ભોગવે જાણો તો

 

કહેવાય નખ,ઓગળીથી વેગળા આમતો 

કાપો તો લોહી નીકળે સંબંધ જો જાણો તો


ફૂલનું ફળ થઇ પાકી ખરી જવું છે પ્રક્રિયા

ક્રમ, સૌનો માનવીનો હક્ક નથી જો જાણો તો


જીવવાની,તક મનેય ,મળી છે બોલો તો 

માળો બાંધવાની ઘડી સૌને છે જાણો તો


બુઠ્ઠાં અસ્ત્ર શસ્ત્રો સમી છે જીંદગી જાણો તો 

ધાર કાઢી જીવવાની તક છે સૌને જાણો તો


રેસમાં સફરને સીધી દોડ સૌને નથી જાણો તો 

તરસ સમી આ સફરને નદી મળેછે જાણો તો 


Rate this content
Log in