તોપણ ઘણુંય છે
તોપણ ઘણુંય છે


બસ ભાગ્ય એટલું ફળે, તો પણ ઘણુંય છે,
એકાદ-વાર એ મળે, તો પણ ઘણુંય છે.
ભલે દરરોજ દાન ના કરો કોઈ ગરીબ ને,
પરંતુ ક્યારેક પ્રેમથી જરૂરિયાતમંદો ને મદદ કરો તો પણ ઘણુંય છે.
એ ના કરી શકે જો કબૂલાત પ્રેમની,
આંખો મળે, નજર ઢળે, તો પણ ઘણુંય છે.
દરરોજ રૂબરૂ ના મળી શકે તો કઈ વાંધો નહીં,
ક્યારેક ફોન કરીને પૂછે કે કેમ છો? તોય ઘણુંય છે.
ભલે હંમેશા દૂર રહ્યા હો તમે,
મુશ્કેલીના સમયમાં પોતાના લોકો સાથે ઊભા રહો તોપણ ઘણુંય છે.
ખોટું બોલી બીજા ને ભલે છેતરતા હો તમે,
પરંતુ ભગવાન સામે સાચું બોલો તોય ઘણુંય છે.
છળ કપટ કરી ને ભલે આગળ વધ્યા હો તમે,
ક્યારેક સાચી રીતે પોતાના માટે જીતો તો પણ ઘણુંય છે.
આંખે સમાય એટલું આકાશ હોય બસ,
અને હોય જમીન પગ તળે, તો પણ ઘણુંય છે.
બસ એટલી કૃપા મળે ભગવાનની,
જીવી શકું સ્વયંબળે, તો પણ ઘણુંય છે.