તોલનારા હોય છે
તોલનારા હોય છે
1 min
13.9K
મૌન રહીને બોલનારા હોય છે,
બંધ આંખો ખોલનારા હોય છે.
સ્હેજ આપે લાગણી હિસાબથી,
ત્રાજવાથી તોલનારા હોય છે.
હોય છો તોફાન કે લીલી વસંત,
મસ્તી સાથે ડોલનારા હોય છે.
હાડકાંને સાચવે ચાલાક થઈ,
ચામડીને છોલનારા હોય છે.
હોય કૂંપળ ફૂટવાની શક્યતા,
શુષ્ક થડને ઠોલનારા હોય છે.
બંધ કળીઓમાં ભર્યો છે ભેદ શો,
'રશ્મિ' એને ફોલનારા હોય છે.