STORYMIRROR

Masum Modasvi

Others Romance

3  

Masum Modasvi

Others Romance

તો ખરી

તો ખરી

1 min
27.3K


ડગર સાવ ભુલી મળી તો ખરી,

સફર આજ આગળ ચલી તો ખરી.


હતી ભ્રમણાઓ વધેલી મગર,

હકિકત નિગાહે તરીતો ખરી.


રહી સાથની આરજુ મન તણી,

કડી સ્નેહ કેરી જડી તો ખરી.


મળ્યું આખ સામે વસેલું નગર,

તમન્ના અધુરી ફળી તો ખરી.


બહારો તરફ આ નજર તાકતી,

જગી આશ લાગે વરીતો ખરી.


સદા સાથ ચાહ્યો હમેશા ભલો,

હ્રદય ભાવનાઓ ફળી તો ખરી.


હતા આસરાના ભરોસા ઘણા,

નજર ચાહ માસૂમ ઢળી તો ખરી.


Rate this content
Log in