STORYMIRROR

Jigna Shah

Others

3  

Jigna Shah

Others

તો દે

તો દે

1 min
28.6K


મૂળ ગઝલ:

જરા વાંચવા દે, સમજવા તો દે
બધા વાક્યનો અર્થ કરવા તો દે.

રમતનો બધો રંગ પલટી જશે,
મને એક પાનું ઉતરવા તો દે.

હજી શૂન્યથી આ શરૂઆત છે,
ઘણા આંકડાઓ છે લખવા તો દે.

રૂદનની જ છે એક રસમ આ નવી
ઘડી બે ઘડી દોસ્ત !હસવા તો દે.

પછી આગ સંકોરજે લાકડી લઈ,
ચિતા ને બરાબર સળગવા તો દે.

આશિત હૈદરાબાદી.

તશતીર :

જરા વાંચવા દે સમજવા તો દે,
પછી એક બે શેર લખવા તો દે.

રમતનો બધો રંગ પલટી જશે,
મને તું ફરી વાર રમવા તો દે.

હજી શૂન્યથી આ શરૂઆત છે,
હિસાબો મને આજ કરવા તો દે.

રડાવે છે આજે મને કાં બહુ
ઘડી બે ઘડી દોસ્ત હસવા તો દે.

પછી શેક જે હાથ તું આગમાં,
ચિતાને બરાબર સળગવા તો દે.


Rate this content
Log in