અવસર
અવસર
1 min
14.1K
હજી શોધું છું અવસર એક મળવાનો
મળે આંખોને હક આંખોથી લડવાનો.
હવા પણ આવજા કરતી હતી જાણે
એ પણ ગોતે છે મોકો ગાલ અડવાનો.
બધા સપનાઓ પાછા તૂટતા લાગ્યા
અને હું સાંભળું છું નાદ રડવાનો.
ધરે છે ફૂલ કાંટા સંગ બે હાથે
હું માનું છું સમય આવ્યો છે છળવાનો.
હા એને ચાલવું છે હાથ પકડીને
અને તેથી કરે છે ઢોંગ પડવાનો.
હજી હું બેખબર છું પ્રેમથી તારા
મને સંકેત તું આપી દે ગમવાનો.
સદા છળતો રહ્યો ભગવાનને પણ જે
કહે "જિજ્ઞા" એ શું કોઈથી ડરવાનો!
