STORYMIRROR

Jigna Shah

Others

2  

Jigna Shah

Others

ઘરવાળાને શું કહેવું?

ઘરવાળાને શું કહેવું?

1 min
14.7K


એક નવી જો માંગુ સાડી, ઘરવાળાને શું કહેવું,
કરતા તરત જ રાડારાડી, ઘરવાળાને શું કહેવું?

સગવડ ખાતર સ્કૂટી માંગી તાડૂકીને ના પાડી,
પોતે લઈ આવ્યા છે ગાડી, ઘરવાળાને શું કહેવું?

ચાલો ફરવા વેકેશનમાં કીધું ધીરેથી રાત્રે,
ઊભા થઈ ચોખ્ખી ના પાડી, ઘરવાળાને શું કહેવું?

માગું જો ગાડીની ચાવી ડર દેખાડી ના આપે,
વાત કરે હંમેશા આડી, ઘરવાળાને શું કહેવું?


Rate this content
Log in