STORYMIRROR

Jigna Shah

Others

2  

Jigna Shah

Others

આઈ હેટ યુ

આઈ હેટ યુ

1 min
13.9K


"આઈ હેટ યુ"
કહીને મેં સંબંધના દરવાજા
સદા માટે બંધ કર્યા.
 
થોડી પણ લાગણી કે
અટૂટ વિશ્વાસ
જરા જેટલું પણ
પ્રવેશી ન શકે
એની ખાસ તકેદારી લીધી હોવા છતાં પણ
ઝીણી, ના દેખાય એવી
તિરાડોમાંથી પ્રેમ નો પવન પ્રવેશતો હતો
 
 
અને
ઓક્સિજનની
ગરજ પુરતો હતો 
 
મારા જીવવાનું
કારણ કદાચ આજ હશે 
 
તારી મૈત્રીના ઓક્સિજનથી
મારા શ્વાસ ચાલતા હતાં
એવું હું નકારી ના શકી!
 
માટે ફરી પાછા મેં
બંધ દરવાજા ખોલી નાંખ્યા 
ફરી પાછા બંધ ના થઈ શકે
તેથી
હૂંફના બે ટેકાની
રાહ જોતી ઊભી રહ્યી.


Rate this content
Log in