અબોલા
અબોલા
1 min
14.3K
લાગણી શબ્દ ને કરગરે
બાદ આખી ગઝલ અવતરે
જોર ચાલે હવા નું હવે
પાંદડા ડર મહી થરથરે
બંધ મુઠી છે મારી છતાં
કેમ યાદોની રેતી સરે?
વાત તારી ને મારી હતી
કેમ કરતાં ઊડી ચોતરે
રાખતી જાય ખાલી જગા
આ લહેરો બધી કોતરે
આ અબોલા તૂટે કઈ રીતે
કોણ કોને હવે નોતરે
