જેવું નથી
જેવું નથી
1 min
25.9K
તું કહે એ માનવા જેવું નથી
સાવ નોખા ચાલવા જેવું નથી
એકલી યાદો જ આપી છે મને
કેમ બીજું આપવા જેવું નથી?
આંખ ભીની થાય છે વારેઘડી
આંગણે તારા જવા જેવું નથી
હેડકી આવી, સ્મરે છે તું મને?
ના રે, આવું ધારવા જેવું નથી.
આજ " જિજ્ઞા " ને કહી દીધું છે મેં
જો બધે તારે જવા જેવું નથી
