લઈને
લઈને
1 min
14K
ફરે છે લાગણીઓ રાઝ લઈને
જરા ઊભી રહી છું શ્વાસ લઈને
હવે ખાલી થઈ છું હું ગમોથી
શું આવે છે તું થોડા ઘાવ લઈને?
ખુલાસો ના થયો તારા મુખેથી
જવા દે તું મને આ ભાર લઈને
રમત તારી હવે પૂરી કરી દે
હું ચાલું છું પરાણે હાર લઈને
ઉદાસી દ્વાર પર જિજ્ઞા ના ઊભી
મળે છે કોણ આવી વાત લઈને?
