તમે આવી જાવને પાછા
તમે આવી જાવને પાછા
1 min
190
હું શું કહું ?
પેલા ફુગ્ગાવાળા ચાચા ને જોઈને, મારી તેને રમવાની જિદ યાદ આવે છે.
તમે આવી જાવને પાછા.
જૂની સ્કૂલનાં ઝાંપાને નિહાળી, તમારો ધ્યાન રાખજો કહેતો ચહેરો ભાસે છે.
તમે આવી જાવને પાછા.
મનભાવતા ભોજન સામે હોય છતાં, તમારી થાળીમાંથી ઝૂંટવેલી ભાખરી યાદ આવે છે.
તમે આવી જાવને પાછા.
આખી રાત પોઢી તો જાવ છું છતાં, તમારી મને સુવડાવવા મથતી વાર્તાઓ સાંભરે છે.
તમે આવી જાવને પાછા.
મારી દરેક બૂમ પર પાછળ ફરે છે આ દુનિયા, ' પપ્પા ' બોલતા સંભળાતો પડઘો ડરાવે છે.
તમે આવી જાવને પાછા.
હું ખુશ છું મારી જિંદગીમાં છતાંય તમારી યાદ ખૂબ સતાવે છે.
પપ્પા ! તમે આવી જાવને પાછા.
