તમારો અપરાધી રે,
તમારો અપરાધી રે,
1 min
819
તમારો અપરાધી રે, રામ હું તો તમારો અપરાધી,
માફ કરો બાળજાણી રે, રામ હું તો તમારો અપરાધી.
રાખી તમને ઝૂંપડીને, જઈ બેઠો હું ઉંચી અટારી,
એથી રામ હું તો તમારો અપરાધી.
ન ધરૂ તમને કાંઈ ને, છપ્પન ભોગની મારી થાળી,
એથી રામ હું તો તમારો અપરાધી.
તમારે છત છે ફાટલી ને, હું ઓઢુ ચાદર હુંફાળી,
એથી રામ હું તો તમારો અપરાધી.
ન બાંધી શક્યા મંદિર અમે, ખાઈને રે સોગંદ ગીતાની,
એથી રામ હું તો તમારો અપરાધી.
તમે હતા વનવાસીને, ‘અર્જુને’ ઉજવી દિવાળી,
એથી રામ હું તો તમારો અપરાધી.
