થયું
થયું
1 min
23.4K
અવળે થી ચાલુ થયું ને
જીવન છેલ્લે મીંડું થયું
કણી કણી ખરતા ખરતા
દીવાલ માં છીંડું થયું
વસંતમાં ઘટાટોપ ઝાડ
પાનખરમાં ટૂંડું થયું
જવાનીનું જોર ગરમ
સમય જતાં ઠંડુ થયું
માટી ટીપીને ઘાટ આપ્યો
ત્યારે જઈ કુંડું થયું
ઓસ ઓસરી ને પાંદડે બેઠી
ત્યારે જઈ બિંદુ થયું
તમે લગાવ્યું ત્યારથી બસ
અત્તરથી સગપણ થયું
'દીપ' ના દિલને આગ ચાંપી
ને અંધકારનું મરણ થયું
આભમાં ઉગ્યો ચાંદલો ને
લ્યો તમારું સ્મરણ થયું...